જામનગરમાં કે. ડી. શેઠ ઉપાશ્રયના 22 વર્ષ પૂર્ણ થઈ 23મા વર્ષના પ્રવેશ ગોંડલ સંપ્રદાયના જશ ઝવેર સમય પ્રભા દિવ્ય ગુરૂણીના શિષ્ય પ.પૂ. હર્ષાબાઈ સ્વામીની પુણ્યતિથિ નિમિતે પ.પૂ. મંજુલાબાઈ સ્વામીના કાલધર્મ પામતા તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપ પ.પૂ. તપસ્વીરત્ન વિશાખાબાઈ સ્વામી, પ.પૂ. કુંદનબાઈ સ્વામી, પ.પૂ. માલતીબાઇ સ્વામી આદિ થાણા 2 તેમજ પ.પૂ. હંસાબાઈ સ્વામી આદિ થાણા 2 પ.પૂ. જ્યોતિબાઈ સ્વામી આદિ થાણા 4 જામનગર પધાર્યા હતા
ત્યારે શાસન ચંદ્રિકા પ.પૂ. હીરાબાઈ સ્વામીની ત્રીજી પુણ્યતિથિ નિમિતે પ.પૂ. સ્મિતાબાઇ સ્વામી સહીત બધા મહાસતીજીના આશીર્વાદથી દરેક જૈનશાળાના બાળકો સાથે તા. 26 એપ્રિલને રવીવારે જામનગર પાંજરાપોળ લીમડાલાઈનમા સવારે 8 વાગ્યે જૈનશાળાના બાળકોના હાથે ગાયોને 200 કિલો લાડવા, રોટલી, લીલુ ઘાસ અને ગોળનુ પાણી પાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તળાવની પાળે પંખીને ચણ બાળકોના હાથે આપેલ 40 કિલો દાળિયા દીનાબેન યોગેશભાઈ શાહ હસ્તે સેજલ જયપાલ શાહ લીલા ચારા માટે ધ્રુવી હિરેનભાઈ દોશી તરફથી તેમજ બાળકોને કે. ડી શેઠ ઉપાશ્રયમા નવકારશી રાખવામા આવેલ તેના લાભાર્થી પરિવાર વર્ષાબેન પ્રમોદભાઈ કોઠારી હસ્તે કેતનભાઈ અને હિરેનભાઈ કોઠારી તથા રાજુભાઈ તેમજ અજીતભાઈ પઢીયાર હતા.
અજયભાઇ શેઠ, ગટુભાઈ શાહ, વિમલભાઈ મહેતા, પૂજાબેન પટેલ, નેહાબેન ખજુરિયા, ધારાબેન મહેતા, સોનલબેન શાહ, સોનલબેન શેઠ, હિરેનભાઈ દોશી સહિતના હાજર રહ્યા હતાં.

