Gujarat

બાપુનગરમાં 27 વર્ષની પરણિતાનો એસિડ પીને આપઘાત

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી 27 વર્ષીય પરણીતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. પતિ દારૂ પીને અવારનવાર માર ઝુડ કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી બે વખત પરણિતા પિયર ગઈ હતી પરંતુ સમજાવટ કરીને તેને ફરીથી મોકલી હતી. પતિ દ્વારા સતત અવારનવાર ત્રાસ આપી તું મને ગમતી નથી મરી જા એવું કહેતા પરણિતાએ છેવટે કંટાળી એસિડ પી આપઘાત કરી લીધો હતો. જેના પગલે બાપુનગર પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિ દારૂ પીને માર મારતો હતો મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં ડાઢાપુર ગામમાં રહેતા તાર બાબુ દોહરેની 27 વર્ષીય યુવતીના દીકરી અંકુ દેવીના લગ્ન વર્ષ 2023માં ઉત્તર પ્રદેશના જ હિસાવાતા ગામમાં રહેતા સૌરભ દોહરે સાથે રીત રિવાજ મુજબ કરાવ્યા હતા. બાપુનગર વિસ્તારમાં ફકીરદાસની ચાલીમાં રહેવા ગયા હતા અને સૌરભ છૂટક કલર કામ કરતો હતો. લગ્ન જીવન દરમિયાન તેઓને બે બાળકોનો જન્મ થયો હતો. અવારનવાર દારૂ પી અને સૌરભ તેની પત્નીને માર મારતો હતો અને હેરાન પરેશાન કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી કંકુ દેવી પિયરમાં આવી ગઈ હતી પરંતુ સમજાવટથી તેને પરત મોકલી હતી.

પરિવારે લઈ જવાનું કહ્યું હતું, ન આવતા એસિડ પી લીધું ત્યારબાદ ફરીથી સૌરભે દારૂ પીને અવારનવાર અંકુદેવીને માર મારતો હતો અને ત્રાસ આપતો હતો. આ બાબતે તેણે તેના પરિવારજનોને પણ જાણ કરી હતી. એક અઠવાડિયા પહેલા સૌરભે ઘરે આવી અને દારૂ પીને અંકુદેવીને માર માર્યો હતો. જેથી તેણે તેના માતા-પિતાને ફોન કરી અને ખૂબ જ ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરી હતી.

જેથી તેના માતા પિતાએ અમે તને ચાર પાંચ દિવસમાં આવીને લઈ જઈશું તેવું કહ્યું હતું. પરંતુ ત્યારબાદ અંકુદેવીએ સવારના સમયે એસિડ પીને આપઘાત કરી લીધો હતો અને સૌરભે દેવીના માતા પિતાને ફોન કરી અંકો દેવીએ એસિડથી લેતા મરી ગઈ છે.

જેથી તેને અંતિમવિધિ માટે ઉત્તર પ્રદેશ લાવીએ છીએ તેમ કહી ફોન મૂકી દીધો હતો. બાદમાં સમગ્ર બાબતે જાણ થતા અંકુદેવીના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.