Gujarat

જામનગર નજીક વેલકમ વોટરપાર્કમાં 14 વર્ષના તરૂણનું અચાનક બેશુદ્ધ થતાં મોત

શહેરના શરૂ સેકશન રોડ પર રહેતા શિવકુમાર સંવનકર નામના મહારાષ્ટ્રીયન યુવક કુવૈતમાં નોકરી કરતા હોય, અને તેમની પત્ની અને પુત્ર આરવ (ઉ.વ.14) નામના માતા-પુત્ર અન્ય પરિવારના સભ્યો સાથે શનિવારે બપોરના જામનગર નજીકના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલા વેલકમ વોટરપાર્કમાં નહવા માટે ગયા હતા.

આ દરમિયાન વોટરપાર્કમાં તરૂણ અચાનક બેશુદ્ધ થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. તરૂણને તાત્કાલિક જાંબુડા સીએચસી સેન્ટર ખાતે સારવારમાં લઈ ગયા હતા.

જ્યાંથી વધુ સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવતાં, જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજતાં પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. પ્રથમ નજરે તો વોટરપાર્કમાં ડુબી જવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

શ્વાસની તકલીફ થવા લાગતા બહાર કાઢી લેવાયો’તો… જામનગરના જાંબુડાના પાટીયા પાસે વોટરપાર્કમાં 14 વર્ષના આરવ કેકડા રાઈડ કરી રહ્યો હતો, તે અન્ય ચાર-પાંચ બાળકો સાથે આવ્યો હતો. અચાનક તરૂણને શ્વાસની તકલીફ થવા લાગી હતી.