Gujarat

જામનગરથી ₹78,900ના દારૂ સાથે શખસ ઝડપાયો

જામનગર LCB પોલીસે શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને એક્ટિવા સહિત કુલ ₹78,900ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. દારૂના સપ્લાયર અને મંગાવનારને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એલસીબી સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે જામનગર શહેરના ખોડીયાર કોલોની, રાજ ચેમ્બર પાસે રોડ પરથી ધીરેનભાઈ ઈન્દ્રજીતભાઈ ચંદન (ઉં.વ. 28, રહે. સાધના કોલોની પાછળ, જડેશ્વર પાર્ક, શેરી નં. 1, મકાન નં. 1, જામનગર)ને તેના ટીવીએસ જ્યુપિટર (રજી. નં. જી.જે. 10 ઈ.જે. 7233) સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 239 ચપલા (કિંમત ₹23,900), એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) તથા ટીવીએસ જ્યુપિટર (કિંમત ₹50,000) મળી કુલ ₹78,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.