અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનાઓનો પર્દાફાશ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા
જિલ્લા એલસીબી પોલીસની ટીમે ચેઇન સ્નેચિંગના ગુનાઓનો પર્દાફાશ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. આ બે આરોપીઓ પાસેથી અરવલ્લી જિલ્લાના બે ગુના સહિત રાજ્યમાં ૪૭ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
આરોપીઓ સમગ્ર ગુજરાતમાં મહિલા સાગરીતની મદદથી રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓ સાથે વાતચીત કરી સ્નેહ કેળવતા અને ત્યારબાદ અન્ય સાગરીતો દ્વારા મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
અરવલ્લી જિલ્લા ન્ઝ્રમ્ની ટીમ ચેઇન સ્નેચિંગના ગુનાઓની તપાસમાં હતી ત્યારે મોડાસાની ગુલબર્ગ હોટલ નજીક બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની વિશેષ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તાર અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેબ્રુઆરી માસ દરમિયાન થયેલા બે ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબુલ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. ૯૭,૬૦૦ કિંમતની સોનાની ચેઇન કબજે કરી છે. પોલીસે સલમાન પઠાણ (રહે. મહેમદાવાદ) અને વિક્રમ દાંતાણી (રહે. મહેમદાવાદ)ની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓએ સમગ્ર ગુજરાતમાં કુલ ૪૭ જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચર્યા છે. જ્યારે આશા દેવીપૂજક અને શાહરૂખ મલેક નામના બે અન્ય આરોપીઓ હાલ ફરાર છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ટેકનિકલ એનાલિસિસ, ઝ્રઝ્ર્ફ ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે મોડાસાના કોલેજ રોડ પરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણીને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી એક સોનાની ચેઈન કબજે કરવામાં આવી છે. આરોપીઓ રિક્ષામાં મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી વાતોમાં ભોળવી તેમના ગળામાંથી સોનાની ચેઈન સરકાવી લેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બંને આરોપીઓ સામે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

