Gujarat

સાવલી-ઉદલપુર રોડ પર સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

સાવલી-ઉદલપુર રોડ પર રસુલપુર ગામ નજીક સ્કોર્પિયો કાર અને હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

કારચાલક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.