અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. બ્રિજના પિલરો અને સ્પાનમાં તિરાડો જોવા મળતાં હવે સમગ્ર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડીને તેના સ્થાને નવો અને આધુનિક ૮ લેનનો બ્રિજ બનાવવામાં આવશે. છસ્ઝ્ર કમિશ્નરે આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
સુભાષ બ્રિજની હાલત અંગે બ્રિજ નિષ્ણાતોની ટીમ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ૈંૈં્ રૂડકી દ્વારા તૈયાર કરાયેલા અંતિમ રિપોર્ટમાં સ્પષ્ટ ભલામણ કરવામાં આવી હતી કે બ્રિજના માત્ર સ્પાન જ નહીં પરંતુ પિલરો પણ તોડી પાડવા જરૂરી છે. અગાઉ અમદાવાદ મનપા. દ્વારા માત્ર સુપરસ્ટ્રક્ચર એટલે કે સ્પાન તોડીને પિલરો યથાવત રાખવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ નવી ટેક્નિકલ તપાસ બાદ સંપૂર્ણ બ્રિજ તોડવાનો ર્નિણય લેવાયો છે.
અહેવાલ મુજબ બ્રિજના સ્પાન પર દોઢથી બે ઇંચ સુધીની તિરાડો નોંધાઈ હતી. આ કારણસર બ્રિજની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ હતી. રિપેરિંગ પાછળ અંદાજે ?૨૩૬ કરોડનો ખર્ચ થવાનો હતો અને કામ પૂર્ણ કરવામાં લગભગ ૯ મહિના લાગી શકતા હતા. જોકે હવે નવા બ્રિજના નિર્માણનો ર્નિણય લેવાતા ખર્ચમાં વધારો થશે તેમજ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ઓછામાં ઓછા ૧૪ મહિનાનો સમય લાગી શકે છે.
અગાઉ સુભાષ બ્રિજના માત્ર રિપેરિંગ પાછળ ?૨૩૬ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આખો બ્રિજ નવેસરથી બનાવવાનો હોવાથી પ્રોજેક્ટના કુલ ખર્ચમાં મોટો વધારો થશે. બ્રિજના રિપેરિંગ કામ માટે અગાઉ ૯ મહિનાનો સમય લાગવાનો અંદાજ હતો, પરંતુ હવે નવો બ્રિજ બનાવવાનો હોવાથી આ સમયગાળામાં પણ નોંધપાત્ર વધારો થશે.
નવા પ્રોજેક્ટ અંતર્ગત ૪ લેનના હાલના બ્રિજને ૮ લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે સાથેજ નવા ૭ પિલરનું પણ નિર્માણ થશે. હાલમાં જૂના બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનવું છે કે, લાંબા ગાળાની સલામતી અને વધતી ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

