Gujarat

વડોદરામાં 9 વર્ષની માસૂમ બાળકી પર આધેડે દુષ્કર્મ આચર્યું

વડોદરા શહેરમાં સગીરાઓ સામેના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છાણી વિસ્તારમાં 9 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરમાં પ્રવેશેલા 57 વર્ષીય આધેડે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સગીરાના માતા-પિતાએ આરોપીને રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આરોપી બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરમાં પ્રવેશ્યો વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 9 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો જઘન્ય બનાવ સામે આવ્યો છે. 57 વર્ષીય જગદીશ ગોહિલ નામનો આરોપી વિસ્તારમાં આવેલી બિગબાસ્કેટના વેરહાઉસમાં નોકરી કરે છે. તે ચોકલેટ અને નાસ્તો આપવાના બહાને આસપાસના બાળકો સાથે ઓળખાણ વધારતો હતો. ઘટનાના દિવસે બાળકીના માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા, જ્યારે બાળકી પોતાના નાના ભાઈઓ સાથે ઘરમાં એકલી હતી.

બાળકીના માતા-પિતાએ આરોપીને રંગેહાથ ઝડપી લીધો આ દરમિયાન આરોપી ચોકલેટ આપવાના બહાને ઘરમાં પ્રવેશ્યો અને બાળકી સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે, ઘટનાની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાંખીશ. આ દરમિયાન નજીકની દુકાન સંચાલક મહિલાને શંકા જતાં તેણે ઘટનાનો વીડિયો મોબાઇલમાં ઉતાર્યો હતો. તે દરમિયાન બાળકીના માતા-પિતા ઘરે પહોંચતા આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાળકી અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવાયું પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ભોગ બનનાર બાળકીને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકી તેમજ આરોપી બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.