વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વડોદરા જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને પૂર બાદ સંભવિત ચેપી રોગચાળો ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે રાહત અને તબીબી કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ હેઠળ પશુપાલન વિભાગના ૩૭ પશુચિકિત્સકોની વિશેષ ટીમો દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરી કરવામાં આવી રહી છે.
પશુધનનું આરોગ્ય-રક્ષણ :-
તાત્કાલિક સારવાર: પૂરથી પ્રભાવિત થયેલા ૪૩૯ પશુઓને ટીમો દ્વારા સ્થળ પર જ તાત્કાલિક ધોરણે જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી .
રોગપ્રતિકારક શક્તિમાં વધારો (Deworming Drive): ચોમાસાના વાતાવરણમાં સંક્રમણ અટકાવવા અને પશુઓની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે ૫,૮૦૨ પશુઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી.
વ્યાપક રસીકરણ : સંવેદનશીલ વિસ્તારોમાં ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ૩,૬૮૮ પશુઓનું સફળતાપૂર્વક રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું .
કેપેસિટી બિલ્ડિંગ અને માર્ગદર્શન: પશુપાલકોને પશુઓની યોગ્ય સંભાળ, શેડની સ્વચ્છતા તેમજ વિપરીત પરિસ્થિતિમાં જૈવ-સુરક્ષા (મ્ર્ૈજટ્ઠકીંઅ) જાળવવા અંગે તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું .
પશુપાલન વિભાગ દ્વારા તમામ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુ આરોગ્ય સેવાઓ સતત પૂરી પાડવામાં આવી રહી છે.

