Gujarat

ભાજપાના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત શનિવારે અંબાજીથી આરંભ થયેલી પવિત્ર ‘કળશ યાત્રા‘ નું રવિવારે મહેસાણા જિલ્લામાં ભવ્ય સ્વાગત કરાયું

ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિની માટી યુક્ત પવિત્ર કળશનું પૂજન કર્યું

સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજના ૬૫૦માં જન્મજયંતી વર્ષ અન્વયે ભાજપાના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત શનિવારે અંબાજીથી આરંભ થયેલી ‘કળશ યાત્રા‘ નું રવિવારે મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા, ઊંઝા અને ઉનાવા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિની માટી યુક્ત પવિત્ર કળશનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને અભિયાનના ઇન્ચાર્જ શ્રી ગૌતમભાઈ ગેડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નટુજી ઠાકોર, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, ભાજપા સંગઠનના પદાધિકારીઓ, અભિયાનની ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.