‘નશા મુક્ત યુવા વિકસિત ભારતનાં નિર્માણ’ માટે યુવાનો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ
નશામુક્ત ભારતનાં સંકલ્પ સાથે રવિવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી -NFSU, ગાંધીનગર ખાતે “Gen-Z Against Addiction – નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન”ના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાઈને ગુજરાત સહિત સમગ્ર દેશના યુવાઓને નશા મુક્ત ભારત બનાવવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.
રાજ્યમાં ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દેશને નશામુક્ત બનાવવાનાં સંકલ્પ માટે યુવાનો સાથે મનનીય સંવાદ કર્યો હતો અને યુવા પેઢીને વિકસિત ભારતનાં સંકલ્પ માટે નશામુક્ત ભારતનાં નિર્માણનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાથે પ્રાસંગિક પ્રશ્નો પુછી તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું. સંવાદ દરમિયાન એક યુવાને સવાલ કરતા પુછ્યું કે, તમે રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યુ છે તો, યુવાનો માટે શું સંદેશ છે? આ પ્રશ્નનો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ખૂબ વિસ્તારથી અને ઉદાહરણ સાથે જવાબ આપતા જણાવ્યું હતું કે, ‘ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘નશા મુક્ત વિકસિત ભારત’નો સંકલ્પ કર્યો છે અને આ સંકલ્પને સાકાર કરવા માટે સતત કાર્યરત છે. આપણો દેશ વિકસિત બને સાથે-સાથે નશામુક્ત પણ હોવો જાેઇએ. રાષ્ટ્રની સૌથી મોટી સંપતિ તેની યુવા પેઢી છે. આ યુવા પેઢી સંસ્કારી અને નશામુક્ત રહે તે માટે વડાપ્રધાનશ્રીએ જનઆંદોલન છેડ્યું છે. આપણને પણ એક નશો હોવો જાેઇએ પણ એ નશો અલગ હોય. આપણને જળસંચય કરવાનો, પર્યાવરણ બચાવવાનો, વડીલોનો સત્કાર કરવાનો નશો હોવો જાેઇએ. જે વ્યસને મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહને અમર કર્યા તે પ્રકારનું રાષ્ટ્રહિત માટેનું વ્યસન આપણે કરવાનું છે.‘
અન્ય એક યુવાને રાજ્યપાલશ્રીને પ્રાકૃતિક ખેતીનાં તેમના અભિયાન વિશે સવાલ કરીને તેમાં યુવાનો જાેડાવવા માટે તેમનું માર્ગદર્શન માંગ્યુ હતું. રાજ્યપાલશ્રીએ યુવાનનાં પ્રશ્નનાં જવાબમાં કહ્યું કે, હું દરેક જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખેડૂતો વચ્ચે જઇને રાત્રિ રોકાણ કરું છું. દરેક ગામમાં પંચાયતની એક એકર પડતર જમીનમાં વડાપ્રધાનશ્રીના ‘ એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ થાય તે માટે કાર્ય કરું છું. સ્થાનિક લોકો તે વૃક્ષો ઉછેરે તે માટે દરેક વૃક્ષને પરિવાર સાથે જાેડું છું, એટલુ જ નહીં પણ આ વાવેલા વૃક્ષોની સંભાળ લેવાય છે કે નહીં તે જાણવા માટે દર મહિને તેના વીડિયો-ફોટો પણ મંગાવું છું. હું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોનાં ઘરે ભોજન લઇને રાત્રે ગ્રામજનો સાથે સંવાદ કરું છું. આ સંવાદમાં શિક્ષણ, વ્યસનમુક્તિ, પ્રાકૃતિક ખેતીની વાત કરીને રાસાયણિક ખાતરથી ધરતી માતા,પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે તે અંગે સંવાદ કરું છું. જેના પરિણામે ગુજરાતમાં અંદાજે ૮.૫ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.’
કાર્યક્રમમાં ઉપસ્થિત ‘માય ભારત’ની સ્વયંસેવિકાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સવાલ કર્યો હતો કે, રાજ્યનાં યુવાનોને નશા મુક્ત અભિયાનમાં જાેડવા માટે આપના નેતૃત્વમાં કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે?
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના વિચારને આવકારતા કહ્યું કે, ‘તમારો વિચાર સારો છે.યુવાધન નશામુક્ત બને અને વિકસિત ભારતનાં નિર્માણ માટે યુવા નશામુક્ત રહે તે માટેનું જનઆંદોલન કરવા માટે આપણે સૌ સંકલ્પબદ્ધ છીએ, પણ આ વિચારનાં કેન્દ્રમાં ‘માય ભારત’ એટલે પોતાનો વિચાર નહી પરંતુ પોતાના દેશનો વિચાર હોવો જાેઇએ. મારું ભારત કેવું હોવું જાેઇએ તે વિસ્તારપૂર્વક રાજ્યપાલશ્રીએ આપણને ઉદાહરણ સાથે સમજાવ્યું છે. આથી, માય ભારત માટે આપણે જે કરવું પડે તે બધા સાથે મળીને કરીશું.
દેશવ્યાપી આ અભિયાનમાં ગુજરાત સહિત ૨૬ રાજ્યોના રાજ્યપાલશ્રી તેમજ ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સહભાગી થયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવાનોને ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ‘ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત ‘નશા મુક્ત યુવા‘ વિષય પર આધારિત એક વિશેષ વીડિયો દર્શાવવામાં આવ્યો હતો અને યુવાનોમાં જાગૃતિ લાવવા માટે એક રસપ્રદ નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
માય ભારતના સ્ટેટ ડાયરેક્ટર શ્રી સચીન શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત યુવા, વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે ‘ સ્અ મ્રટ્ઠટ્ઠિં ‘આજે દેશના અંદાજે ૨.૫ કરોડથી વધુ અને ગુજરાતના ૦૯ લાખથી વધુ યુવાનોને જાેડીને આ દિશામાં કાર્ય કરી રહ્યું છે. ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ અભિયાન‘નો હેતુ યુવાનોમાં સકારાત્મક વિચારધારા, જવાબદારી અને રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ વિકસાવવાનો છે, જેથી ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સશક્ત યુવાનો તૈયાર થઈ શકે. આજે દેશભરમાં હજારો સ્થળોએ લાખો યુવાનો આ અભિયાન સાથે જાેડાઈ રહ્યા છે.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ શ્રી આશિષ દવે, દ્ગહ્લજીેંના ચાન્સેલર ડૉ. જે.એમ.વ્યાસ, જિલ્લા કલેકટર શ્રી રવિન્દ્ર ખેતાલે, દ્ગહ્લજીેંના કેમ્પસ ડાયરેક્ટર ડો. એસ.ઓ જૂનારે સહિત બહોળી સંખ્યામાં ય્ીહ-ઢ યુવાનો, શાળાઓ-કોલેજાેના વિદ્યાર્થીઓ-યુવાઓ પ્રત્યક્ષ અને ઓનલાઇનના માધ્યમથી ઉત્સાહભર સહભાગી થયા હતા.

