Gujarat

બાંટવા નગરપાલિકાનો ‘વોકલ ફોર લોકલ’ શોપિંગ ફેસ્ટિવલ-2026

બાંટવા નગરપાલિકાએ ‘વોકલ ફોર લોકલ’ થીમ પર આધારિત શોપિંગ ફેસ્ટિવલ-2026નું આયોજન કર્યું. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો હત ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત આ ફેસ્ટિવલ યોજાયો હતો. તેનો ઉદ્દેશ્ય સ્વસહાય જૂથો, સ્થાનિક બહેનો, શેરી ફેરિયાઓ અને વેપારીઓને પ્રોત્સાહન આપવાનો હતો. તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે આ વિશેષ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો.

આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન બાંટવા સ્થિત સોની સમાજ ખાતે નગરપાલિકા પ્રમુખ સુનીલભાઈ જેઠવાણીના હસ્તે થયું. આ પ્રસંગે ચીફ ઓફિસર બી. પી. બોરખતરીયા, ઉપપ્રમુખ રામભાઈ ગરચર, કારોબારી ચેરમેન કનુભાઈ સોલંકી, જીવાભાઈ કોડીયાતર, ગણપતભાઈ મોરી, જનુભાઈ રાણીંગા સહિત નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. નગરજનોએ પણ આ ફેસ્ટિવલને સફળ બનાવવા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.