Gujarat

વેજલપુર પાસે ટ્રકની ટક્કરે બાઇક સવારનું મોત

કાલોલ તાલુકાના વેજલપુર નજીક આજે સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલોલના વતની 50 વર્ષીય અનવર નૂરમોહમ્મદ લુહાર પોતાના સગા-સંબંધીના મરણ પ્રસંગે હાલોલથી ગોધરા ખાતે આવી રહ્યા હતા, તે દરમિયાન વેજલપુર પાસે કાળમુખી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી.

ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મરણ પ્રસંગમાં જઈ રહેલા આધેડનું અકસ્માતમાં મોત થતાં પરિવારજનોમાં અરેરાટી સાથે શોકની લાગણી છવાઈ ગઈ છે.