Gujarat

ભરૂચ પોલીસને દારૂબંધીનો કડક અમલ કરવામાં મળી મોટી સફળતા!!

ભરૂચ એલસીબી દ્વારા વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી, કુલ રૂ. ૧૯,૨૮,૨૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઝ્રમ્) ની ટીમે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી બુટલેગિંગના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ રૂ. ૧૯,૨૮,૨૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એલસીબી પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કરેલ દરોડા દરમિયાન પોલીસે ટાટા એસ પિક-અપ વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને ૪,૯૨૦ નંગ બિયરના ટીન સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે હેમચંદ શ્યામલાલ તોતૂરામ કૌશલ નામના આરોપીની સ્થળ પરથી અટકાયત કરી છે. પોલીસે દારૂ-બિયરના જથ્થા ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ટાટા એસ પિક-અપ વાહન અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

તેમજ આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂના નેટવર્કમાં અન્ય એક સાગરીત પણ સામેલ છે, જે હાલ પોલીસની પકડથી ફરાર થઈ ગયો છે. પાલેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે ન્ઝ્રમ્ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.