જુનાગઢ મ્યુનિસિપલ દ્વારા કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હાજી મીર કાસમને બાર લાખના કિંમતના પ્લોટની માત્ર 2.20 લાખમાં ફાળવણી કરવામાં આવી છે. 110 ચોરસ મીટરનો આ પ્લોટ (સુખનાથ ચોક, રથ ખાનાનો ડેલો) અગાઉ એટલે કે 2004 માં ફાળવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ધાર્મિક સ્થાન હોવાથી બાંધકામ થઈ શકતું ન હતું.
હવે 2026 માં 15 દિવસ પહેલા હાજી મીર કાસમ દ્વારા કોર્પોરેશનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે મને જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે તે પ્લોટ સામેની જગ્યાએ ફાળવવામાં આવે. જેથી હું બાંધકામ કરી શકું. પંદર દિવસ પહેલા રજૂઆત કરાઈ હતી અને સ્ટેન્ડિંગ દ્વારા મંજૂર પણ થઈ ગયું હતું. અત્યારે આ પ્લોટ ની કિંમત 12 લાખથી વધુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મનપાએ સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણને તેના ઘર પાસે કરોડોનો પ્લોટ ખૂબ જ ઓછા દરે ફાળવી આપ્યું છે. જેનો વિવાદ પણ થયો હતો આવો જ કિસ્સો હવે જુનાગઢમાં પણ બન્યો છે.
પ્લોટ ફાળવાયો , 2.20 લાખ 2004માં જમા કરાવ્યા હતા વર્ષ 2004માં જ્યારે આ પ્લોટ કલાકાર હાજી મીર કાસમને ફાળવવામાં આવ્યો હતો ત્યારે તેમણે 2.20 લાખ જમા કરાવીને લીધો હતો. પરંતુ બાંધકામ કરાવ્યું ન હતું. અત્યારે 15 દિવસ પહેલા તેમણે એક અરજી કરી હતી કે આ પ્લોટ ની જગ્યા બદલી આપવામાં આવે, જેથી બાંધકામ થઈ શકે , સ્ટેન્ડિંગ દ્વારા આ મંજૂર કરવામાં આવ્યું હોવાથી આ પ્લોટ તેમને ફાળવાયો છે. જેની અત્યારની બજાર કિંમત 12 લાખ થાય છે. > આઈ .આર .વાળા , મ્યુનિસિપલ કમિશનર જુનાગઢ

