જામનગરમાં આગામી નવરાત્રિના તહેવારોને ધ્યાને રાખીને નશાકારક પદાર્થો અને નાર્કોટિક્સની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ મેળવવા માટે એસઓજી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા શહેરભરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તહેવારો દરમિયાન નાર્કોટિક્સ કે અન્ય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂર્વ તૈયારી રૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.
એસઓજી પીઆઈ વી.બી.ચૌધરીની આગેવાનીમાં બોમ્બ સ્કવોડ અને નાર્કોટીક્સના ડોગ સ્કવોડની ટીમોએ તપાસ દરમિયાન ટીમો દ્વારા શહેરના મુખ્ય એસ.ટી. ડેપો, રેલવે સ્ટેશન તેમજ મોટી ખાવડી અને સિક્કા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં મુસાફરો તથા શંકાસ્પદ લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં ગાંજો કે ડ્રગ્સ જેવા નાર્કોટિક્સના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આરોપીઓની યાદી તૈયાર કરી તેમના નિવાસસ્થાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું.

