Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-૨૦૨૬ લોન્ચ કરી

શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર ક્ષેત્રે આર્ત્મનિભર ભારતનો અભિગમ ગુજરાત આ પોલીસીથી સાકાર કરશે

દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપવામાં ગુજરાતની મહત્વાકાંક્ષી પોલિસી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી “ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-૨૦૨૬”નું ગાંધીનગરમાં સોમવારે વિધિવત લોન્ચિંગ કર્યું હતું.

દેશમાં સૌથી વધુ ૨૩૪૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી પોલીસીઝના આધારે ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર તરીકે આ પોલીસી પ્રસ્થાપિત કરશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્ત્મનિભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને ગુજરાત આ મહત્વાકાંક્ષી પોલિસીથી સાકાર કરશે. એટલું જ નહીં, આ પોલીસી ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્સિયલ એસસીસ્ટન્ટ સ્કીમ-૨૦૨૫ જીમ્હ્લછજી અને મેરીટાઇમ વિઝન ૨૦૪૭ તેમજ આર્ત્મનિભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે.

રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસો એ આ નીતિના મુખ્ય આધારસ્તંભો છે. આ નીતિ અન્વયે મુખ્ય સ્તંભો પર આધારિત બહુઆયામી વિકાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે જેમા શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને ગ્રીન શિપયાર્ડ્સને પ્રોત્સાહન, શિપયાર્ડ્સને સ્માર્ટ શિપયાર્ડ્સમાં રૂપાંતરિત કરવું તથા શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને ઇશ્ડ્ઢને પ્રોત્સાહન નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી આ નીતિનું એક મહત્વપૂર્ણ આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક નો વિકાસ છે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે, તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ, ઇશ્ડ્ઢ કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પોરબંદર જિલ્લાના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. આ અંગેના ડ્ઢઁઇ પણ મેરિટાઈમ બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે જે પૂર્ણ થતાં પ્રોજેક્ટ અમલીકરણમાં વેગ આવશે. આ ક્લસ્ટરમાં બે થી ત્રણ વિશ્વસ્તરીય શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનું મજબૂત નેટવર્ક વિકસાવવામાં આવશે. આ શિપયાર્ડ્સના વિકાસથી પણ અંદાજે ?૨૩,૭૦૦ કરોડનું ખાનગી રોકાણ આકર્ષિત થવાની સંભાવના છે.

આ વિશાળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને બળ આપવા માટે આશરે ?૩,૩૦૦ કરોડની સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવાશે. આ હેતુસર ભારત સરકારની જીરૈॅહ્વેૈઙ્મઙ્ઘૈહખ્ત ડ્ઢીદૃીર્ઙ્મॅદ્બીહં જીષ્ઠરીદ્બી (જીહ્વડ્ઢજી) યોજના તથા ગુજરાત સરકાર દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓમાં બ્રેકવોટર્સ, ફ્લોટિંગ ક્રેન્સ, હેવી લિફ્ટ શિપસ, ડ્રેજિંગ, હાર્બર બેસિન વિકાસ, નેવિગેશન ચેનલો, રસ્તાઓ, વીજળી, પાણી પુરવઠો અને અન્ય સંયુક્ત ઉપયોગની સુવિધાઓનો સમાવેશ કરાશે.

આ સમગ્ર સંકલિત અભિગમને પરિણામે રોકાણકારો માટે માળખાકીય ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા પ્રોજેક્ટ અમલીકરણ ઝડપી બનશે અને વૈશ્વિક શિપબિલ્ડિંગ તથા મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે ગુજરાતની સ્પર્ધાત્મકતા વધશે.

રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાંકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે, તેમાં મૂડી સહાય (ઝ્રટ્ઠॅૈંટ્ઠઙ્મ છજજૈજંટ્ઠહષ્ઠી), સ્ટેમ્પ ડ્યુટીની પરતફેર, વ્યાજ સહાય (ૈંહંીિીજં જીેહ્વદૃીહંર્ૈહ), ડ્રેજિંગ સહાય, સ્જીસ્ઈજ પાસેથી ખરીદીને પ્રોત્સાહિત કરવા સબસિડી, વીજળી દરમાં સહાય, પાણીના ચાર્જમાં સબસિડી, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે વિશેષ પ્રોત્સાહનો ઉપરાંત, નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસકાર્યો શરૂ કરનારા અર્લી બર્ડ રોકાણકારો માટે વિશેષ પ્રોત્સાહનો આપશે.

આ પોલિસી અન્વયે સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે, તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ થઈ શકેશે.

આ નીતિ ગુજરાત રાજ્યમાં શિપબિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા ૫૦ લાખ ડેડ વેઇટ ટનેજ (ડ્ઢઉ્)થી વધુ સુધી વધારવા, બે ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ ૫ લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટે તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે.

ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ પોલિસી અંગેની ગાઈડ લાઈન્સ પણ તૈયાર કરી દેવામાં આવી છે. જેથી ડેવલપર્સ અને રોકાણકારો માટે અરજી કરવા સહિતની પ્રક્રિયાઓ વધુ સરળ થશે તેમજ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશનમાં પણ ગતિ આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી આ પોલિસીથી આર્ત્મનિભર ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનમાં ગુજરાત વિકસિત ગુજરાત-૨૦૪૭થી સક્રિય સહભાગી થઈને વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક શિપ બિલ્ડીંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.

આ પોલિસી લોન્ચીંગ અવસરે મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન શ્રી એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, બંદરો અને વાહન વ્યવહાર અગ્ર સચિવ શ્રી હારિત શુક્લ, મુખ્યમંત્રીશ્રીના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સી.ઈ.ઓ. શ્રી ડૉ. અજય કુમાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.