રાજકોટ શહેરમાં ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અમીતકુમાર અગ્રાવત તથા જયરાજભાઈ કોટીલા તથા ધારાભાઈ વાનરીયા નાઓને મળેલ હકીકત આધારે રાજકોટ સિવીલ હોસ્પીટલ માનસીક વિભાગ પાસેથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે ઇસમને જામનગર રોડ પથીકાશ્રમ સામે જાહેર રોડ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કેવલભાઈ મહેશભાઈ મોણકા ઉ.૩૬ રહે-રીધ્ધી-સિધ્ધી સોસાયટી ગોંડલ રોડ રાજકોટ. હીરો પ્લેઝર મોટરસાયકલ રજી.નં.GJ-04-BG-4230 કિ.રૂ.૨૫,૦૦૦ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહીતા BNS કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


