રાજકોટમાં DIGITAL ARREST ના ગુનામાં નાસતા-ફરતા આરોપીને કેરળ ખાતેથી પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૦૪, ૩૦૮(૫), ૩૧૮(૪), ૩૧૯(૨), ૩૧૫(૩) તથા આઇ.ટી.એકટની ૨૦૦૦ની કલમ-૬૬(ડી) મુજબ મુંબઇ કોલાબા પોલીસની ખોટી ઓળખ આપી. મની લોન્ડરીંગમાં સંડોવાયેલ હોવાનું જણાવી ગુનાહિત ધમકી આપી DIGITAL ARREST કરી ફરીયાદી તથા તેમના માતાને મારી નાખવાની તથા મકાન શીલ કરવાની ધમકી આપી બળજબરીથી અલગ-અલગ બેંક એકાઉન્ટ માં રૂા.9,00,000 RTGS થી ટ્રાન્સફર કરાવડાવી ગુનાહિત ધમકી આપી છેતરપીડી કરી ગુન્હો કર્યા હોય જે ગુના કામે આરોપીને ઇડાકકારા, તા.નીલમંબુર, જી.મલ્લપુરમ, રાજય-કેરળથી અટક કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


