રાજકોટમાં સ્કોરપીયો કારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટનો કટ્ટો (તમંચા) સાથે 2 ઇસમોને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેરમાં શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, પ્રદીપસિંહ સરવૈયા ને મળેલ સંયુકત હકીકત આધારે જકાતનાકા થી જુનો મોરબી રોડ તરફ જતા રોડ ઉપરથી સ્કોરપીયો કારમાંથી ગેરકાયદેસર દેશી બનાવટનો કટ્ટો (તમંચા) સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (1) વિજયસિંહ મોહનસિંહ વાઘેલા ઉ.૨૫ રહે.રેલનગર નીલકંઠ પાર્ક શેરીનં.૩ રાજકોટ (2) ઇમરાન હાસમભાઇ કાદરી ઉ.૨૬ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ પુનીતનગર શેરીનં.૨/૩ રાજકોટ મુળ-દુધસાગર રોડ એચ.જે.સ્ટીલ પાસે રાજકોટ. દેશી બનાવટના કટ્ટો (તમંચો) નંગ-૧ કિ.૫,૦૦૦ મહીન્દ્રા સ્કોરપીયો-એસ-૧૧ કારનં.GJ-27-EF-0038 કિ.૧૨,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


