સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર હાર્મની ગ્રુપના અશોક કેજરીવાલની પુત્રવધૂ ખ્યાતિએ મંગળવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સવારે માતા-પિતા સાથે અત્યંત સામાન્ય રીતે વાતચીત કરી હતી, જેમાં રજમાત્ર પણ અણસાર નહોતો કે તે આવું કોઈ અંતિમ પગલું ભરી શકે છે. જાેકે, સાંજે તેની લાશ બેડરૂમમાં પંખા સાથે લટકતી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.ગુરુવારે બપોરે પોલીસે ખ્યાતિના પિયર પક્ષ એટલે કે તેના માતા-પિતા અને ભાઈ-બહેનના વિગતવાર નિવેદનો નોંધ્યા હતા. જ્યારે પોલીસે ડિજિટલ પુરાવા એકત્ર કરવા મૃતક ખ્યાતિનો આઇફોન હ્લજીન્માં મોકલી આપ્યો છે.
ખ્યાતિ બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી હતી
મંગળવારે સવારે ૧૧:૩૦ વાગ્યે ખ્યાતિએ તેના પિતા દીપક બંસલ અને માતા સીમા બંસલ સાથે અત્યંત સામાન્ય રીતે વાત કરી હતી. દરરોજના ક્રમ મુજબ તે બપોરે ૨ થી ૪ વાગ્યા દરમિયાન આરામ કરવા પોતાના રૂમમાં ગઈ હતી. જાેકે, સાંજે ૪ વાગ્યા પછી પણ દરવાજાે ન ખુલતા તેની માતાએ પુત્ર અભિષેકને જાણ કરી હતી. બીજી ચાવીથી દરવાજાે ખોલતા જ ખ્યાતિ બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.
ખ્યાતિનો આઈફોન હ્લજીન્માં મોકલી આપ્યો
મંગળવારની સવારના સુખદ સંવાદથી લઈને સાંજના કરુણ અંજામ વચ્ચે જે ૬ કલાક વીત્યા, તે હવે પોલીસ તપાસનો મુખ્ય વિષય છે. ખ્યાતિના માતા-પિતા પણ એ જાણવા માટે વલખાં મારી રહ્યા છે કે તેમની લાડકી દીકરીએ અચાનક આવો ર્નિણય કેમ લીધો. ઉમરા પોલીસે ખ્યાતિનો આઈફોન જપ્ત કરી તેને એફએસએલ (હ્લજીન્) માં મોકલી આપ્યો છે. આત્મહત્યાના ગણતરીના કલાકો પહેલા ખ્યાતિ કોના સંપર્કમાં હતી, તેણે ગુગલ પર શું સર્ચ કર્યું હતું અને સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર તેની છેલ્લી ચેટ કોની સાથે થઈ હતી.
માતા-પિતાના વિદેશ પ્રવાસની તૈયારી વચ્ચે દીકરીની અર્થી ઉઠી
ખ્યાતિના પિયર પક્ષમાં ટૂંક સમયમાં મોટો ઉત્સવ આવવાનો હતો. ખ્યાતિનો ભાઈ સિદ્ધાર્થ અને બહેન અનુષ્કા અમેરિકામાં અભ્યાસ કરે છે અને ત્યાં તેમનો પદવીદાન સમારોહ યોજાવાનો હતો. આ ખુશીના પ્રસંગમાં સામેલ થવા માટે તેના માતા-પિતા પણ થોડા જ દિવસોમાં વિદેશ જવાના હતા. ખ્યાતિ પોતે આ બાબતે ખૂબ ઉત્સાહિત હતી અને તેણે તેના માતા-પિતા સાથે આ પ્રવાસ વિશે વિગતવાર ચર્ચા પણ કરી હતી. એક તરફ વિદેશ પ્રવાસની તૈયારીઓ ચાલતી હતી અને બીજી તરફ દીકરીની અર્થી ઉઠતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
છેલ્લા દિવસે વીડિયો કોલમાં દેખાયો હતો હસતો ચહેરો
આત્મહત્યાના આગલા દિવસે ખ્યાતિએ તેના ભાઈ સિદ્ધાર્થ અને બહેન અનુષ્કા સાથે વોટ્સએપ ગ્રુપમાં લાંબો સમય વીડિયો કોલ પર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન ખ્યાતિના ચહેરા પર જરાય ટેન્શન કે હતાશા દેખાતી ન હતી. બહેન અનુષ્કાએ તો હસતા હસતા ખ્યાતિને એમ પણ કહ્યું હતું કે, ‘મમ્મી-પપ્પા જ્યારે અહીં આવે ત્યારે તારા માટે લીધેલા નવા ચંપલ તેમના હાથે મોકલી આપીશ.‘ ખ્યાતિએ પણ આ વાતોમાં પૂરો ઉત્સાહ બતાવ્યો હતો. આટલી ખુશખુશાલ વાતોના ગણતરીના કલાકોમાં જ આવું પગલું ભરાયું તે વાત કોઈના ગળે ઉતરતી નથી.
પરિવાર અને પિયર પક્ષના નિવેદનોમાં શું છે?
પિયર પક્ષે પોલીસને જણાવ્યું છે કે, ખ્યાતિના વર્તનમાં કોઈ ફેરફાર જણાતો નહોતો. જાેકે, પોલીસ એ પાસા પર પણ તપાસ કરી રહી છે કે શું સાસરી પક્ષમાં કોઈ ખટરાગ હતો કે પછી અન્ય કોઈ અંગત માનસિક તણાવ. ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, ‘અમે તમામ પાસા તપાસી રહ્યા છીએ. નિવેદનો લેવાઈ રહ્યા છે અને હ્લજીન્ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને સંજાેગો સ્પષ્ટ થશે.’
હાર્મની યાર્ન્સના માલની યુરોપ-આફ્રિકા જેવા અનેક દેશમાં
કંપનીની વેબસાઇટ મુજબ, હાર્મની યાર્ન્સની ૨૪ ઓક્ટોબર, ૧૯૯૨ના રોજ પ્રા.લિ. તરીકે સ્થાપના કરવામાં આવી હતી. આ કપંની ડાય્ડ યાર્ન્સ, ટેક્સ્ચરાઈઝ્ડ યાર્ન્સ અને એર ટેક્સ યાર્ન્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. આ કપંની દેશમાં સૌથી વધુ વેલ્યૂ એડેડ યાર્ન્સ બનાવે છે. જેની નિકાસ યુરોપ, એશિયા, આફ્રીકા જેવા દેશમાં કરવામાં આવે છે.

