Gujarat

16 મીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોને મળશે 10 ભવ્ય ઝાંખીના દિવ્ય દર્શન

ઈસ્કોન મંદિર મહેસાણા દ્વારા આવતીકાલે 16 જુલાઈ, 2026ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા બપોરે 2:30 કલાકે અવસર પાર્ટી પ્લોટ (મોઢેરા રોડ) ખાતેથી પ્રારંભ થશે અને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાધનપુર રોડ સ્થિત ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે.

આ વર્ષે રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના રથો સાથે કુલ 10 આકર્ષક ધાર્મિક ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. આ ઝાંખીઓમાં શ્રીકૃષ્ણ અને રામાયણ તેમજ ભાગવતની વિવિધ પ્રસિદ્ધ લીલાઓનું જીવંત નિરૂપણ કરવામાં આવશે. આ ઝાંખીઓ દ્વારા ભક્તોને ભક્તિ, ધર્મ અને સનાતન સંસ્કૃતિના વિવિધ પ્રસંગોના દર્શન થશે. આયોજકોના જણાવ્યા મુજબ રથયાત્રા દરમિયાન હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન, નૃત્ય તથા પ્રસાદ વિતરણના કાર્યક્રમો પણ યોજાશે.

આ ઝાંખીઓ રહેશે મુખ્ય આકર્ષણ

રાધા-કૃષ્ણ લીલા – સીતા-રામ-લક્ષ્મણ સાથે હનુમાનજીની ઝાંખી – પ્રહલાદ મહારાજ અને નરસિંહ ભગવાનની લીલા – હોલિકા દહનની ઝાંખી – દામોદર લીલા – શ્રીમદ ભાગવત સપ્તાહ આધારિત ઝાંખીઓ – તથા અન્ય વૈષ્ણવ પરંપરાની ધાર્મિક ઝાંખીઓ