Gujarat

તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, અનિચ્છનીય બનાવ ન બને અંગે ચર્ચા

લાલપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો, જેમાં સાતમ-આઠમ અને ઈદનો સમાવેશ થાય છે, તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક પી.એસ.આઈ. એસ.પી. ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી શાંતિ સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનોને તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.