શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેનાએ ગુજરાતમાં એક અનોખી પહેલ કરી છે. જામનગરના હિન્દુ સેનાના કાર્યકરોએ ઇન્ટરનેટના માધ્યમથી 5.25 લાખ હિન્દુ લોકો સુધી શિવજીના સંદેશા પહોંચાડ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતિ લાવવાનો છે.
આ અભિયાન અંતર્ગત, 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન વોટ્સએપ દ્વારા “ૐ નમઃ શિવાય” મંત્ર જાપના સંદેશા મોકલવામાં આવ્યા હતા. કુલ 2026 વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરીને આ સંદેશા 5,25,000 લોકો સુધી પહોંચાડવામાં આવ્યા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હિન્દુ સેનાએ આ સંદેશાઓ વિદેશોમાં પણ પહોંચાડ્યા હતા, જેમાં ભારત સિવાય ત્રણ દેશોમાં 111 ઈમેલ અને 11,000 વોટ્સએપ સંદેશા મોકલવામાં આવ્યા. આ પહેલનો મુખ્ય હેતુ આજની “GEN-Z” પેઢીમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો છે, જેથી યુવાનો કાફે કે પાનના ગલ્લા પર પણ મોબાઈલ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શિવભક્તિ કરી શકે.

