રાજકોટ મહાપાલિકા દ્વારા દિવાળી પર્વને અનુલક્ષીને તારીખ 6 નવેમ્બરથી દિપાવલી પર્વ સુધી ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે સૌપ્રથમ રેસકોર્સ મેદાનની અંદર બેન્ડની સંગીતમય સુરાવલી સાથે ફૂડ સ્ટ્રીટ પણ યોજવામાં આવનાર છે. જ્યારે ધનતેરસનાં દિવસે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં આતશબાજી પણ યોજવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષની જેમ રેસકોર્સ રીંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવે એવી પણ શક્યતા છે.

રાજકોટવાસીઓને દિવાળી કાર્નિવલમાં કંઇક અલગ જ જોવા મળશે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પિપળાયાએ કહ્યું હતું કે, રાજકોટવાસીઓ દિપાવલી પર્વ રંગેચંગે ઉજવી શકે તે માટે દિવાળી કાર્નિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
આ વર્ષે ખર્ચ ઘટાડવા લાઈટિંગ અને રોશની પર કાપ મૂકવા વિચારી રહ્યા છીએ. આ સાથે જ રાજકોટવાસીઓને દિવાળી કાર્નિવલમાં કંઇક અલગ જ જોવા મળશે. આ વખતે ધનતેરસ તા. 6 નવેમ્બર સાંજે રેસકોર્સ મેદાનમાં ભવ્ય આતશબાજી યોજવામાં આવશે આ સાથે જ દિવાળી કાર્નિવલનો પ્રારંભ પણ થઈ જશે.

