Gujarat

અભ્યાસ છોડી દેનાર છાત્રોને ડીડીઓએ શાળામાં પ્રવેશ અપાવ્યો

જૂનાગઢના નવા ડીડીઓએ ડ્રોપઆઉટ સર્વે અંતર્ગત સ્લમ વિસ્તારમાં મુલાકાત લઇ અભ્યાસ છોડી દેનાર 3 દિકરીઓને શાળામાં પ્રવેશ અપાવી પાઠ્યપુસ્તક સહિતની કિટ આપી. જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર દ્વારા બેક ટુ સ્કૂલ મિશન ડ્રોપઆઉટ સર્વે અંતર્ગત માંગરોળ તાલુકાના શીલ ગામના સ્લમ વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થઇ ગયેલ અને આગળ અભ્યાસ કરવા ન માંગતા બાળકોની ઘરે મુલાકાત લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજૂત કરી હતી. ત્યારબાદ આ વિસ્તારની ૩ દિકરીઓને કન્યા પ્રાથમિક શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરાવ્યો હતો. સાથે ઘરે જ પાઠ્યપુસ્તકોનુ પણ વિતરણ કરાયુ તેમજ તમામ દીકરીઓને શિક્ષણની તથા અન્ય તમામ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.