જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજમાં ‘ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ’ યોજાયો. પોલીસ વિભાગના સહયોગથી મેડિકલના વિદ્યાર્થીઓમાં માદક પદાર્થોના દૂષણ અંગે જાગૃતિ લાવવા અને તેનું સેવન અટકાવવાનો આ કાર્યક્રમનો હેતુ હતો.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માદક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન વિશે માહિતી અપાઈ. ડ્રગ્સ રોકવાના ઉપાયો, કાયદાકીય જોગવાઈઓ, કલમો અને સજાના નિયમો વિશે પણ માર્ગદર્શન અપાયું.

આ જાગૃતિ કાર્યક્રમમાં ડીન નંદીની દેસાઈ, તબીબી અધિક્ષક વિજય પોપટ, નાયબ પોલીસ અધીક્ષક જયવિરસિંહ ઝાલા, એન્ટી નાર્કોટિક્સ વિંગ, એસ.ઓ.જી. અને એ.ટી.એફ.ના પ્રતિનિધિઓ હાજર રહ્યા.
હેમિતભાઈ ભદ્રા, મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્રના પ્રમુખ હરીશભાઈ ખીમસુરીયા, બ્રહ્માકુમારી સંસ્થા-જામનગર અને કાલાવડના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને માદક પદાર્થોથી દૂર રહેવા પ્રેરણા આપી.

