Gujarat

નવસારીમાં પોલીસકર્મી પર જીવલેણ હુમલો

નવસારી શહેરમાં સુરત સિટી પોલીસમાં એલ.આર. તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી વિશાલ ખાન પઠાણ પર કેટલાક અસામાજિક તત્વોએ ડંડા વડે હુમલો કર્યો છે. અન્ય યુવક સાથે થઈ રહેલી મારામારીમાં વચ્ચે પડીને તેને બચાવવાનો પ્રયાસ કરતાં બદલો લેવાની ભાવનાથી હુમલાખોરોએ આ કૃત્ય આચર્યું હતું. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઇજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય યુવકને બચાવતાં હુમલાખોરોએ આપી ધમકી ઘટનાની વિગત મુજબ, ગત 31 ઓગસ્ટના રોજ રસ્તા પર એક યુવકને કારમાં આવેલા 6 થી 7 શખ્સો ઢોર માર મારી રહ્યા હતા. રસ્તા પરથી પસાર થઈ રહેલા પોલીસ જવાન વિશાલે વચ્ચે પડીને તે યુવકને છોડાવ્યો હતો. જે બાબતનું મનદુઃખ રાખીને હુમલાખોરોએ જોઈ લેવાની તથા માર મારવાની ધમકીઓ આપી હતી.

ફોન પર ગાળાગાળી બાદ ચોકડી પર બોલાવ્યા અનમોલ શર્મા નામના શખ્સે જાહેરમાં પોલીસ જવાન વિશાલે વચગાળામાં પડીને ખોટું કર્યાનું કહી માર મારવાની ચીમકી આપી હતી. આ અંગે પૃચ્છા કરતાં વિવાદ વધ્યો હતો અને આસામજિક તત્વોએ ગાળાગાળી કરીને જવાનને ઇટાળવા ચોકડી પાસે બોલાવ્યા હતા. જ્યાં સામસામે ધક્કામુક્કી થતાં સ્થાનિક લોકોએ વચગાળો કરી મામલો થાળે પાડ્યો હતો.