બોડેલી નજીક ઓરસંગ બ્રિજ નીચે એક ઇકો ગાડીમાં આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.મોડાસર તરફથી બોડેલી તરફ જઈ રહેલી આ ઇકો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ઇકો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી.આ ઘટના સખાનદરાથી બોડેલી તરફ જતા ઓરસંગ બ્રિજ નીચે બની હતી.

