“ના હિન્દુ ના મુસ્લિમ…
બસ નાના બાળકો જ ઈશ્વર, અલ્લાહ” એ ભાવના સાથે તાજેતરમાં જામનગરના જી.આઈ.ડી.સી. દરેડ સ્લમ વિસ્તારમાં ‘જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલી’ દ્વારા એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કેમ્પમાં આશરે ૨૦૦ જેટલા નાના બાળકો માટે ભોજન, કોલ્ડ ડ્રિંક્સ, કેક, પગરખાં તેમજ નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની વિગતવાર માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, તા. ૨૩/૦૭/૨૦૨૬ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોને પ્રેમથી ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજનમાં પૂરી, દાળ, મિક્સ વેજીટેબલ પુલાવ, ભૂંગળા, ફ્રુટી અને કેકનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો હતો, સાથે જ બાળકોને ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપી તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરાયો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલીના પ્રમુખ શ્રી બીનાબેન મોડ, ઉપપ્રમુખશ્રી ઉષાબેન ગાંધી તેમજ શ્રી અલકાબેન નંદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સ્વ. શ્રી નીરજભાઈ ફલીયાના જન્મદિન નિમિત્તે ભોજન અને કપડાંના દાતા તરીકે શ્રી ચેતનાબેન વિનોદભાઈ ફલીયા અને શ્રી આરતીબેન રાજેશભાઈ કનખરાએ સહયોગ આપ્યો હતો.
આ સમગ્ર સેવાયજ્ઞને સફળ બનાવવા માટે જાયન્ટ્સ રોયલના ફાઉન્ડર શ્રી વિજયભાઈ રાયઠઠા અને શ્રી અતુલભાઈ ઠક્કરે વિશેષ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.
પરેશ એસ કનખરા

