પોરબંદર જિલ્લામાં આ વર્ષે રેકોર્ડબ્રેક મગફળીની ખરીફ પાકમાં વાવેતર નોંધાયું હતું ત્યારે ખરીફ પાકમાં મગફળીની રેકોર્ડબ્રેક વાવેતર તેમજ કમોસમી વરસાદથી નબળી ગુણવત્તાની પણ મગફળીની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરી હોવાથી છેલ્લા 3 વર્ષમાં આ વર્ષે રેકોડબ્રેક મગફળીનું ટેકાના ભાવે ખરીદી થઈ હતી.
પોરબંદર જિલ્લામાં આ વર્ષે 32457 ખેડૂતો પાસેથી રેકોર્ડબ્રેક રૂ.544.46 કરોડની ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર દ્વારા કરાઈ હતી.તો ગત વર્ષ 2024-25 માં માત્ર 5558 ખેડૂતોએ 123.78 કરોડની.કિંમતની મગફળી ટેકાના ભાવે વેચાણ થઈ હતી અને વર્ષ 2023-24માં એક ગુણી પણ ટેકાના ભાવે ખરીદી ન થઈ હતી.
પોરબંદર જિલ્લો મગફળી પાકનું હબ ગણવામાં આવે છે.પોરબંદર જિલ્લામાં ખરીફ પાકમાં મોટાભાગના ખેડૂતો મગફળી પાકનું વાવેતર કરે છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે પણ ખરીફ પાકમાં હજારો હેકટર મગફળી પાકનું વાવેતર નોંધાયું હતું. ખરીફ પાકમાં આ વર્ષે રેકોડબ્રેક મગફળીનું વાવેતર નોંધાયું હતું.

