લાલપુરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં લાલપુર તાલુકા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, અધિકારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

આ યાત્રા સવારે 9.30 કલાકે વિર સાવરકર હાઈસ્કૂલથી શરૂ થઈ હતી. તિરંગા સાથેની આ યાત્રા પોલીસ ચોકી રોડ, વિર સાવરકર, સરદાર પટેલ ચોક, ચાર થાંભલા, હુસેની ચોક અને મુખ્ય બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.
યાત્રા દરમિયાન લાલપુરમાં આવેલી વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓને આગેવાનો દ્વારા પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્રતા દિવસ પૂર્વે રાષ્ટ્રપ્રેમ અને તિરંગાના સન્માનનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો.

