લાલપુર તાલુકા શાળામાં ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે.

આ અભિયાન હેઠળ, શાળા છોડી ગયેલા બાળકોને શોધીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન, પુનઃપ્રવેશ મેળવનાર બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યાબા જાડેજા અને જિલ્લા પંચાયત સદસ્ય વર્ષાબેન માકડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ, જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો, શિક્ષકો, તાલુકા સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

