જૈન દેરાસરમાં ચોરી કરનારા ૩ શખસોને એલસીબી પોલીસે ૧.૭૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
શહેરમાં થોડા દિવસો પહેલા નારણપુરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ત્રણ તસ્કરો ત્રાટક્યાં હતા અને દેરાસરમાંથી ચાંદીનો મુગટ અને છતરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ન્ઝ્રમ્એ જૈન દેરાસરમાં ચોરી કરનારા ૩ શખસોને ૨૦ દિવસે ઝડપી પાડ્યા છે અને આરોપી પાસેથી રૂ.૧.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચોરીની ઘટનામાં પોલીસ ફરિયાદ મુજબ, શહેરના નારણપુરા, પ્રગતિનગર ખાતે આવેલા એક જૈન મંદિરમાંથી આશરે ૨૦ દિવસ પહેલાં પદ્માવતી માતાજીના ચાંદીના મુગટ અને છતરની ચોરી થવાની ઘટના બની હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ન્ઝ્રમ્ ઝોન-૧ ની ટીમે બાતમીના આધારે ચોરી કરનારા ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે.
આરોપીના નામ
• બળદેવ વાંસફોડીયા (ઉં.વ. ૨૪)
• રવિ પાટણવાડીયા (ઉં.વ. ૧૯)
• અરૂણ ડાભી (ઉં.વ. ૨૨)
પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. ૭૬,૦૦૦ ની કિંમતનો ચાંદીનો મુગટ તથા છતર અને ગુનામાં વપરાયેલી રૂ.૧,૦૦,૦૦૦ ની ઓટો રિક્ષા મળીને કુલ રૂ. ૧,૭૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોરીના ગુના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

