અતિ ભારે વરસાદના કારણે ભાવનગર – રેલવે માર્ગ પર ભૂસ્ખલન થવાથી આગામી ૧૪ જુલાઈના રોજ દોડનારી પોરબંદર-સિકંદરાબાદ જંક્શન એક્સપ્રેસ તેના નિર્ધારિત રૃટના બદલે ડાયવર્ટેડ માર્ગ પરથી દોડશે. આ ટ્રેન હવે પોરબંદરથી સુરત, પાળધી, મનમાડ, દૌંડ અને સોલાપુર થઈને સિકંદરાબાદ જશે. મુસાફરોને મુસાફરી શરૃ કરતા પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસી લેવી.

