Gujarat

અમદાવાદમાં પુરુષ અને મહિલા બંને વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતે કોમનવેલ્થ કબડ્ડીમાં ઐતિહાસિક ‘ડબલ‘ સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદમાં ૩૧ ઓક્ટોબરના રોજ આયોજિત પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ભારતે ઈતિહાસ રચ્યો. પુરુષ અને મહિલા બંને ટીમોએ પોતપોતાની ફાઈનલમાં શાનદાર જીત મેળવીને સુવર્ણ ચંદ્રકો હાંસલ કર્યા. પુરુષ ટીમે શ્રીલંકાને ૫૪-૨૦થી હરાવ્યું, જ્યારે મહિલા ટીમે યુગાન્ડા સામે ૩૫-૧૫થી વિજય મેળવ્યો. આમ, સ્પર્ધાના નવમા દિવસે ભારતે બેવડી સફળતા મેળવીને આ દિવસને યાદગાર બનાવી દીધો.

આ બંને જીત સાથે ભારતીય ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. તેમણે પોતાની સ્પર્ધાઓમાં પ્રભુત્વ જમાવ્યું અને એક પણ મેચ હાર્યા વિના ચેમ્પિયનશિપ પૂરી કરી.

પુરુષોની ફાઈનલમાં, આદિત્ય શિંદેએ ભારતની આક્રમક રમતનું નેતૃત્વ કર્યું. તેણે ૧૪ પ્રયાસોમાં ૧૦ રેઈડ પોઈન્ટ્સ મેળવીને ‘સુપર ૧૦‘ હાંસલ કર્યું. ભરત હુડ્ડાએ આઠ પોઈન્ટ્સનું યોગદાન આપ્યું (જે તેણે હાફ-ટાઈમ પછી મેળવ્યા હતા), જ્યારે પંકજ મોહિતે અને વાઈસ-કેપ્ટન નવીન કુમારે અનુક્રમે છ અને પાંચ પોઈન્ટ્સ મેળવ્યા.

ભારતની ડિફેન્સિવ (રક્ષણાત્મક) લાઈન પણ એટલી જ પ્રભાવશાળી રહી. યોગેશ દહિયાએ પ્રથમ હાફમાં જ પાંચ સફળ ટેકલ કરીને ‘હાઈ ૫‘ (ૐૈખ્તર ૫) પૂર્ણ કર્યું. યજમાન ભારતીય ટીમે પ્રતિસ્પર્ધી ટીમને ચાર વખત ‘ઓલ-આઉટ‘ કરી, જ્યારે પોતે એક પણ વખત ‘ઓલ-આઉટ‘ થઈ નહીં.

શ્રીલંકાની ટીમ ભારતની મજબૂત રક્ષણાત્મક રમત સામે લાચાર જણાઈ અને માત્ર ૧૧ રેઈડ પોઈન્ટ્સ જ મેળવી શકી. મડુવાન્થાએ છ ટેકલ પોઈન્ટ્સ મેળવ્યા, પરંતુ શ્રીલંકાની ટીમ ભારતને હાફ-ટાઈમ સુધીમાં ૩૦-૧૦ની સરસાઈ મેળવતા રોકી શકી નહીં. અંતે, ભારતીય ટીમે ૩૪ પોઈન્ટ્સના મોટા અંતરથી મેચ જીતી લીધી.

મહિલાઓની ફાઈનલમાં શું થયું?

મહિલાઓની ફાઈનલમાં પણ કંઈક આવું જ પરિણામ જાેવા મળ્યું, જેમાં કેપ્ટન નિધિ શર્માની ટીમે યુગાન્ડાને ૩૫-૧૫થી પરાજય આપ્યો. સાક્ષીએ આક્રમણની ધુરા સંભાળી અને ૧૦ પ્રયાસોમાં નવ રેઈડ પોઈન્ટ્સ મેળવ્યા, જ્યારે અનુ અને નિધિએ અનુક્રમે છ અને પાંચ પોઈન્ટ્સનું યોગદાન આપ્યું.

બીજી તરફ, રિતુ અને સુમને ચાર-ચાર ટેકલ પોઈન્ટ્સ મેળવીને ભારતની રક્ષણાત્મક રમતને મજબૂત બનાવી. યુગાન્ડાની નાકાયોંગો શિરાતે ૧૧ પોઈન્ટ્સ મેળવ્યા, પરંતુ તેને પોતાની ટીમના અન્ય ખેલાડીઓ તરફથી પૂરતો સહયોગ મળ્યો નહીં. હાફ-ટાઈમ સુધીમાં જ ભારતે ૨૨-૭ની મજબૂત સરસાઈ મેળવી લીધી હતી અને અંતે આરામદાયક જીત નોંધાવી. છ મેચોમાં કુલ ૫૨ પોઈન્ટ મેળવનાર સાક્ષીએ મેચ બાદ આ રમતનાં વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો.

સાક્ષીએ કહ્યું, “મને ખૂબ આનંદ છે કે હું ૯ રેઈડ પોઈન્ટ્સ મેળવી શકી અને ટીમને જીતવામાં મદદ કરી શકી. સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ટીમમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક જણ ખૂબ ખુશ છે. કબડ્ડી માટે આ આયોજન ખૂબ મહત્વનું હતું, કારણ કે આવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ રમતનાં વિકાસમાં મદદરૂપ થશે અને આપણા યુવા ખેલાડીઓને આ અનુભવથી ઘણો લાભ થશે. મેં જાેયું કે ગયા વર્ષની સરખામણીમાં અન્ય ટીમોમાં ઘણો સુધારો આવ્યો છે. આવી અદ્ભુત ચેમ્પિયનશિપનું આયોજન કરવા બદલ હું છદ્ભહ્લૈંનો આભાર માનું છું.”