Gujarat

જામનગર ફાયર બ્રિગેડને મળ્યું 60 મીટરનું ટર્નટેબલ લેડર

જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને હવે વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જર્મન ટેકનોલોજી આધારિત 60 મીટરનું ‘ટર્નટેબલ લેડર’ ફાળવ્યું છે. આ નવું મશીન હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આશરે 20 માળ સુધી પહોંચીને આગ બુઝાવવા અને બચાવ કામગીરી કરવા સક્ષમ છે.

મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, સિટી એન્જિનિયર ભાવેશ જાની અને ડિવિઝનલ ફાયર ઓફિસર અનવર ગજણ સહિતની ટીમે આ નવા લેડરનું નિરીક્ષણ કર્યું હતું. અગાઉ ફાયર બ્રિગેડ પાસે 28 મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ હતું, જે 10 માળ સુધી કામ કરતું હતું.

ફાયર બ્રિગેડ પાસે કુલ 26 વાહનોનો કાફલો છે, જેમાં વિવિધ ક્ષમતાના ટેન્ડર, બાઈક, રેસ્ક્યુ ટેન્ડર અને કમાન્ડ કંટ્રોલ વ્હીકલ સામેલ છે. ઉપરાંત, 10 નવી રેસ્ક્યુ બોટ પણ ઉમેરવામાં આવી છે, જેમાં 4 રોબોટ આધારિત લાઈફ બોયાનો પણ સમાવેશ થાય છે.