એક મહત્વના ઘટનાક્રમમાં જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા શહેરની વિવિધ આવાસ યોજનાઓમાં તૈયાર પડેલા કુલ ૧૫૪ રેડી પઝેશન ફ્લેટના વેચાણ માટે ફરી એકવાર અરજીઓ મંગાવવામાં આવી છે. ફ્લેટ મેળવવા ઇચ્છુક નાગરિકો માટે તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અરજીપત્રકનું વિતરણ અને સ્વીકારવાની કામગીરી જાેગર્સ પાર્ક સામે આવેલી નિર્ધારિત બેંક શાખા ખાતે કરવામાં આવશે.
જામનગર મનપા. આ બાબતે દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ઉપલબ્ધ ફ્લેટની યાદી અનુસાર મયુરનગર મેઈન રોડ આવાસ યોજના (ઇ.ડબલ્યુ.એસ.) – ૪૭ ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. ૩.૦૦ લાખ), એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળ આવાસ યોજના (એલ.આઈ.જી.-૧) – ૪૦ ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. ૭.૫૦ લાખ), હાપા, રવિ પેટ્રોલ પંપ પાછળ આવાસ યોજના (ઇ.ડબલ્યુ.એસ.) – ૬૭ ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. ૩.૦૦ લાખ) આમ કુલ ૧૫૪ ફ્લેટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

