Gujarat

જામનગરની ‘ગરબા ટાઉન 2.0’ નવરાત્રિમાં ભાજપ અધ્યક્ષા સહિત મેયર-ચેરમેન ઝૂમ્યા

જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા આશીર્વાદ રિસોર્ટમાં નવ દિવસનો ‘ગરબા ટાઉન ૨.૦’ નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો. ખેલૈયાઓ અને નગરજનોનો તેને સારો પ્રતિસાદ મળ્યો. આ મહોત્સવ પરંપરા, ભક્તિ અને લોકસંસ્કૃતિના સંગમ સાથે ઉજવાયો હતો.

ભાજપ મહિલા અધ્યક્ષ બીનાબેન કોઠારી ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે જામનગરના મેયર અને ચેરમેન સાથે ગરબા રમી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો. સાંસદ પૂનમબેન માડમ પણ આ પ્રસંગે જોડાયા હતા. જોગી ગ્રુપની સૂફી નાઇટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આયોજક એન્કર ભાવિન સોની, વીડીજે નિમિત, એન્કર ચાર્મી, વીડીજે કિશન અને અનિકેતે આભાર માન્યો. આયોજકોએ આવનારા વર્ષોમાં પણ આ જ ઉત્સાહ સાથે મહોત્સવ યોજવાની આશા વ્યક્ત કરી.