જામનગર મહાનગરપાલિકાએ લાખોટા તળાવ ફેઝ-2 ના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં અવરોધરૂપ જૂના બાલમંદિર (આધાર સેન્ટર) ને તોડી પાડ્યું છે. આ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ એવા લાખોટા તળાવના સૌંદર્યીકરણની કામગીરી પ્રગતિમાં છે. તળાવની પાળ પર આવેલું આ વર્ષો જૂનું બાલમંદિર, જેનો ઉપયોગ આધાર કેન્દ્ર તરીકે થતો હતો, તે આધુનિકીકરણ અને વૉકિંગ ટ્રૅક સહિતના બ્યુટીફિકેશન પ્લાનમાં નડતરરૂપ હતું.

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ કમિશનરની સૂચનાથી ડિમોલિશન ટીમ ઘટનાસ્થળે મોકલી હતી. ટીમે જેસીબી મશીન વડે આ જૂના બાંધકામને સંપૂર્ણપણે તોડી પાડ્યું આ જગ્યા ખુલ્લી થતાં હવે તળાવના સૌંદર્યીકરણની કામગીરી વધુ ઝડપથી આગળ વધશે અને પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ શકશે.

