જામનગર એલ.સી.બી. ટીમે લાલપુર તાલુકાના મોડપર ગામમાં દરોડો પાડ્યો હતો. વીરડા વાડી સીમમાં રમેશભાઈ ગાગીયાની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હતો. પોલીસે જુગાર રમતા 7 લોકોને પકડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 60,000 રોકડા, ગંજીપાનાના 52 પત્તા, એક ફોરવ્હીલર, બે મોટરસાઇકલ અને 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. કુલ 5,05,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
પકડાયેલા લોકોમાં રમેશભાઈ રામદેભાઈ ગગીયા આહીર (ઉં.વ.35), રામ મુળુભાઈ ચાવડા આહીર (ઉં.વ.35), રાહુલ જીવાભાઈ ગાગીયા આહીર (ઉં.વ.23), યોગેશભાઈ મેરગભાઈ ધ્રાગુ આહીર (ઉં.વ.26), લાખાભાઈ હમીરભાઈ ના આહીર (ઉં.વ.47), ભાયાભાઈ ભીખાભાઈ કરમૂર આહીર (ઉં.વ.46) અને દાનાભાઈ લખુભાઈ વરોતરિયા આહીર (ઉં.વ.36)નો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.વી. ભાટીયા અને એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

