Gujarat

ગોધરામાં વૃક્ષ ધરાશાયી થતાં વીજ પોલ તૂટ્યો

ગોધરા શહેરના ગોંન્દ્રા વિસ્તારમાં મસ્જિદ નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં વૃક્ષ સીધું વીજ પોલ પર પડતાં પોલને નુકસાન થયું હતું અને વીજ તાર રોડ પર આવી ગયા હતા. સદનસીબે, ઘટના સમયે કોઈ રાહદારી ત્યાંથી પસાર ન થતાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.

ઘટનાની જાણ થતાં જ MGVCLની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે વીજ પુરવઠો સુરક્ષિત રીતે બંધ કરી દીધો હતો અને વૃક્ષ તેમજ તાર દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાને કારણે ગોંન્દ્રા વિસ્તારનો વીજ પુરવઠો થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. MGVCL દ્વારા વીજ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવા માટે કામગીરી પ્રગતિમાં છે.