Gujarat

વટામણ ચોકડી પાસે ફોર્ચ્યુનર કારમાંથી 7.47 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કોઠ પોલીસ સ્ટેશન દ્વારા દારૂબંધીના કાયદાના અમલીકરણ માટે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન વટામણ ચોકડી નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

25 નવેમ્બર 2026ના રોજ સવારે આશરે 9 વાગ્યે જાહેર માર્ગ પર વાહન ચેકિંગ દરમિયાન ફોર્ચ્યુનર કાર નંબર GJ-01-KH-9911ની તપાસ કરતાં તેમાંથી સેમ્પલ બોટલ સહિત ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 768 બોટલો મળી આવી હતી.

એક આરોપીની ધરપકડ, અન્ય આરોપી વોન્ટેડ પોલીસે આ મામલે ધંધુકાના પુનિતનગર વિસ્તારમાં રહેતા આશરે 30 વર્ષીય જયેશ ઉર્ફે જયલો જગદીશભાઈ બારૈયાની ધરપકડ કરી હતી. જ્યારે કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

કાર, મોબાઇલ સહિત ₹7.47 લાખનો મુદ્દામાલ કબજે કોઠ પોલીસે દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹2,42,400, એક મોબાઇલ ફોન કિંમત ₹5,000 અને ફોર્ચ્યુનર કાર કિંમત ₹5 લાખ મળી કુલ ₹7,47,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.