લાલપુર તાલુકાના મેઘપર પોલીસે નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત એક ફરાર આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. આ આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખટીયા ગામના પાટિયા પાસે દરોડો પાડી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ સામતભાઈ ખોળુભાઈ લાલવાણી રહે. ખટીયા ગામના પાટિયા પાસે, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર તરીકે થઈ છે. જામનગરની અદાલતે ક્રિમિનલ કેસ આરોપી સામતભાઈ લાલવાણીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો, ત્યારથી તે ફરાર હતો.મેઘપર પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને જામનગર જિલ્લા જેલ ખાતે સોંપી દીધો છે.

