Gujarat

લાયન્સ કલબ જામનગર વેસ્ટના નવા હોદ્દેદારોએ શપથ લીધા

જામનગર: લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3232-J હેઠળ કાર્યરત લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા વર્ષ 2026-27 માટેના નવા હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ કલબ છેલ્લા 42 વર્ષથી સેવાકીય કાર્યો કરી રહી છે.

આ સમારોહમાં પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધીરુભાઈ રાણપરિયાએ નવા સદસ્યોને શપથ લેવડાવ્યા હતા. વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયકીશન દેવાણીએ પ્રમુખ વૈશાલી ઉદાણી અને સેક્રેટરી ડિમ્પલ રાવલ સહિતની ટીમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

આ પ્રસંગે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિરવભાઈ વડોદરિયા, પૂર્વ પ્રમુખ ભવ્યભાઈ જોષી, પૂર્વ સેક્રેટરી સંજયભાઈ ખંડેલવાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ કલબના હોદ્દેદારો અને અન્ય સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઋષિતા સોની, સેલેશ ગઢવી અને અશ્વિનભાઈ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું.આ શપથવિધિ સમારોહની સાથે લાયન્સ કલબ વેસ્ટ દ્વારા સેવાકીય કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ લોકોને સાયકલ, સિલાઈ મશીન અને તાલપત્રી જેવી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.