પાદરા પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને માનવ સંસાધનની મદદથી એક માનસિક અસ્થિર મહિલાને તેના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનઃમિલન કરાવ્યું છે. આ મહિલા પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસને આ મહિલા રોડ પર રઝળતી હાલતમાં મળી આવી હતી. મહિલા પોલીસકર્મીઓ દ્વારા તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં તેના રહેવા અને જમવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ દરમિયાન મહિલા પોતાની ઓળખ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી શકી ન હતી.
મહિલા પાસેથી મળેલી અધૂરી માહિતીના આધારે, પોલીસે ગુગલ મેપ સહિતના ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને તપાસ આગળ વધારી. તપાસ દરમિયાન મહિલાએ પોતાના ગામનું નામ ણાવતા, પોલીસે સંબંધિત વિસ્તારની પોલીસ અને સ્થાનિક સરપંચનો સંપર્ક કર્યો. ત્યારબાદ મહિલાના પરિવારજનોનો સંપર્ક થયો. જાણવા મળ્યું કે મહિલા માનસિક બીમારીના કારણે ઘરેથી નીકળી ગઈ હતી અને છેલ્લા કેટલાક સમયથી ગુમ હતી.

