વડોદરા શહેરમાં જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે, પાણીગેટ પોલીસે બાવામાનપુરા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર ઓચંતો દરોડો પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે મકાનમાં ચાલતા જુગારધામમાંથી કુલ 9 આરોપીઓને રોકડ અને જુગારના સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે મદની મહોલ્લાના મકાનમાં દરોડો પાણીગેટ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બાવામાનપુરા પાણીગેટ શાક માર્કેટ પાછળ મદની મહોલ્લામાં રહેતો જાફર મલેક ઉર્ફે ચોટલો પોતાના મકાનમાં માણસો એકઠા કરીને પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. આ વિગતોના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલા 9 શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂપિયા 67,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
પકડાયેલા આરોપીઓ
- જાફર હુસેન ઉર્ફે ચોટલો ગુલામકાદર મલેક (ઉં.વ. 64, રહે. મદની મહોલ્લો, બાવામાનપુરા, વડોદરા)
- ઈરફાન મકબુલશા દિવાન (ઉં.વ. 45, રહે. બાવામાન દરગાહ પાસે, પાણીગેટ, વડોદરા)
- હનીફભાઈ ગનીભાઈ મન્સુરી (ઉં.વ. 56, રહે. ફતેપુરા ભાડવાડા, ચીતીયા મસ્જિદ પાસે, વડોદરા)
- અહેમદમીયા બશીરમીયા મલેક (ઉં.વ. 59, રહે. ગરીબ મહોલ્લો, બાવામાન દરગાહ પાસે, વડોદરા)
- ઈરફાન એઝાઝહુસેન શેખ (ઉં.વ. 51, રહે. મદની મહોલ્લો, બાવામાનપુરા, વડોદરા)
- મોહમદ રફીક ઈબ્રાહીમભાઈ શેખ (ઉં.વ. 52, રહે. યાકુતપુરા મસ્જિદ પાસે, વડોદરા)
- ઈમરાનખાન મહેતાબખાન પઠાન (ઉં.વ. 38, રહે. પીરહઝીમ કોમ્પ્લેક્ષ, બાવામાનપુરા, વડોદરા)
- ઈમરાન અલ્લારખા શેખ (ઉં.વ. 42, રહે. કલ્યાણ સોસાયટી, હરીશ પેટ્રોલ પંપ પાછળ, વડોદરા)
- શબ્બીરઅહેમદ રજાઅહેમદ દિવાન (ઉં.વ. 36, રહે. કુંભારવાડા, બાવામાનપુરા, પાણીગેટ, વડોદરા)

