Gujarat

પરણિતાએ દહેજ સહિત માનસિક ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના અશોકનગર વિસ્તારમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશની યુવતી સાથે લગ્નજીવનના ટૂંકા સમયમાં જ દહેજની માંગણી અને અત્યાચારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાસરિયાઓએ ₹ 2 લાખ રોકડ દહેજ પડાવ્યા બાદ પણ પરિણીતાને શારીરિક તથા માનસિક ત્રાસ આપીને જીવતી સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ બાદ આખરે પીડિતાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

2 લાખની માંગણી કરતા પતિ-સાસરિયાને આપ્યા હતા ભોગ બનનાર 27 વર્ષીય આયેશા (નામ બદલ્યું છે)ના લગ્ન એક વર્ષ અગાઉ ફતેગંજ, નવા યાર્ડ વિસ્તારમાં રહેતા યુનુસ ( નામ બદલ્યું છે) સાથે મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ ઉત્તર પ્રદેશના કાસગંજ ખાતે થયા હતા. લગ્ન પ્રસંગે જ સાસુ દ્વારા વધુ ₹2,00,000ની રોકડ દહેજની માંગણી કરવામાં આવી હતી, જેથી લગ્ન તૂટી ન જાય તે માટે યુવતીના પિતાએ આ રકમ ચૂકવી આપી હતી.

શારીરિક અને માનસિક ત્રાસ આપતા લગ્ન બાદ પતિ, સાસુ, સસરા, જેઠ, દિયર અને નણંદો દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સાસરિયાઓની ઉશ્કેરણીથી પતિ પણ અવારનવાર પીડિતા સાથે મારઝૂડ કરી ગંદી ગાળો આપી ત્રાસ આપતો હતો. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ગત તારીખ વર્ષે ઈદના તહેવાર પર થયેલી બોલાચાલીમાં દિયરે લોબન દાનીનો ગરમ કોલસો પીડિતાના ડાબા હાથ પર નાખીને તેને ઈજા પહોંચાડી હતી.