જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં આગામી નવરાત્રી ઉત્સવ માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં સ્થાનિક રહીશો, સામાજિક આગેવાનો, વેપારીઓ, ડોક્ટર ટીમ, ફાયર ફાઈટર ટીમ, પોલીસ જવાનો અને યુવાનો સહિત આશરે ૨૦૧ નાગરિકો હાજર રહ્યા.

પોલીસે સરકારની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન કરવા સૂચનો આપ્યા. ગરબા આયોજકો અને ખેલૈયાઓની સુરક્ષા-સ્વાસ્થ્ય માટે ORS અને હાર્ટ અટેક જેવી સ્થિતિમાં તાત્કાલિક મદદની વ્યવસ્થા પર ભાર મુકાયો. પ્લાસ્ટિક મુક્ત આયોજન અને લાઉડસ્પીકરના અવાજ નિયંત્રણની પણ સૂચના અપાઈ, જેથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.

