Gujarat

મુંબઇ-સુરતની મહત્વની 4 ટ્રેનો કલાકો મોડી થતાં ગોધરા સ્ટેશને લોકો અટવાયાં

દાહોદ રેલવેના કોટા મંડળ હેઠળ આવતા મધ્યપ્રદેશના લૂણી રીછા અને વિક્રમગઢ આલોટ સ્ટેશન વચ્ચે રવિવારે વહેલી સવારે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રિવિન્દ્રમથી હઝરત નિઝામુદ્દીન જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનના બી-1 કોચ અને પાવર કારમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રેન ગાર્ડની સતર્કતાથી માત્ર 15 મિનિટમાં જ કોચમાં સવાર તમામ 68 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી પરંતુ આ અકસ્માતથી ખોરવાયો હતો.

આ રેલ દુર્ઘટનાની સીધી અસર દાહોદ સ્ટેશને જોવા મળી હતી. જ્યાંથી પસાર થતી જમ્મુતવી એક્સપ્રેસ 4 કલાક 3 મિનિટ અને દેહરાદૂન 2 કલાક 13 મિનિટ જેટલી મોડી દાહોદ આવી હતી. આ બંને મુખ્ય ટ્રેનો ઉપરાંત દાહોદથી પસાર થતી અન્ય ચાર મહત્વની ટ્રેનો પણ કલાકો મોડી પડતાં ંમુસાફરો અટવાયા હતાં.

ગોધરા.ત્રિવેન્દ્રમથી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનના બે કોચ બળીને ખાખ થઈ ગયા હતા, જોકે સદનસીબે 68 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતને પગલે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

સલામતીના ભાગરૂપે ટ્રેનોને જ્યાં ત્યાં રોકી દેવાતાં મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો કલાકો સુધી લેટ પડી હતી, જેથી ગોધરા રેલવે સ્ટેશને કાળઝાળ ગરમીમાં અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા. ઉત્તર ભારત તરફથી આવીને ગોધરા થઈ મુંબઈ તરફ જતી 4 મહત્વની એક્સપ્રેસ ટ્રેનો કલાકો સુધી મોડી પડતાં ગોધરા રેલવે સ્ટેશન પર મુસાફરો હેરાન થયા હતા. હાલની કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી સ્ટેશન પર રહેવા મજબૂર બનેલા લોકોમાંં ભારે અજંપો જોવા મળ્યો હતો.